બ્લેક મનીનું લીસ્ટ જાહેર થાય-ભાજપ

વાર્તા

શનિવાર, 25 એપ્રિલ 2009 (18:23 IST)
ભાજપે વિદેશી બેન્કોમાં કાળુ ધન જમા કરાવનાર વ્યક્તિઓનું લીસ્ટ જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે. પાર્ટીએ દાવો કર્યો છે કે સરકાર પાસે તે લીસ્ટ છે, પણ તે આ બાબતે જનતાને મુર્ખ બનાવી રહી છે.

ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ શૌરીએ જણાવ્યું હતું કે હવે જ્યારે વડાપ્રધાને કાળું ધન હોવાનો સ્વીકાર કર્યો છે, અને ફરીવાર સત્તામાં આવતાં તે 100 દિવસની અઁદર આ નાણાંને દેશમાં લાવવા કાર્યયોજના તૈયાર કરશે.

શૌરીએ વડાપ્રધાનની વાતને આવકારતાં જણાવ્યું હતું કે એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર અડવાણીએ આ અંગે મુદ્દો ઉઠાવીને બરાબર કર્યું છે. હવે સરકાર આ મુદ્દે પીછેહટ નહીં કરી શકે. તેમજ વિદેશ મંત્રીએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે અમને બેન્કોમાં કાળુ ધન જમા કરાવનાર 30 ભારતીયોનાં નામ મળી ગયા છે. તો હવે તે લીસ્ટને જાહેર કરી દેવા જોઈએ.

આ પ્રસંગે પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે જે સરકાર 1826 દિવસમાં કાળુ નાણું લાવી શકી નથી. તે 100 દિવસમાં કેવી રીતે કામ કરી શકશે.

વેબદુનિયા પર વાંચો