પ્રધાનમંત્રી દ્વારા રાજીનામુ આપવાની વાત બકવાસ છે - કોંગ્રેસ

મંગળવાર, 31 ડિસેમ્બર 2013 (11:51 IST)
P.R
પીએમઓએ એક છાપામાં છપાયેલ એ સમાચારનું ખંડન કર્યુ છે જેમા કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મનમોહનસિંહ લોકસભા ચૂંટણી પહેલા જ પોતાનુ પદ છોડી શકે છે. પીએમઓએ મનમોહનના રાજીનામાની રજૂઆતના સમાચારને સંપૂર્ણ રીતે રદ્દ કર્યા છે. આજે એક છાપામાં સમાચાર છપાયા હતા કે લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહ પોતાના પદ પરથી રાજીનામુ આપીને રાહુલ ગાંધી માટે પદ ખાલી કરી શકે છે.

છાપામાં એવુ પણ કહેવામાં આવ્યુ હતુ કે રાજીનામુ એલાન ત્રણ જાન્યુઆરીના રોજ થનારી પ્રધાનમંત્રીની પ્રેસ કોંફ્રેંસમાં કરવામાં આવે તેવી શક્યતા છે. પણ આ સમાચારને ખોટા બતાવતા પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યુ કે ત્રણ જાન્યુઆરીના રોજ થનારી મનમોહન સિંહની પ્રેસ કોંફ્રેસ્ન ફક્ત આવનાર ચૂંટણીને લઈને છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી પ્રથમ ઔપચારિક પ્રેસ કોંફ્રેંસ રહેશે.

જો કે પ્રધાનમંત્રી સાઢા ચાર વર્ષમાં પહેલીવાર 3 જાન્યુઆરીના રોજ પ્રેસ કોંફરેંસ રજૂ કરશે. જેમા આગામી લોકસભા ચૂંટણીની રણનીતિની ઝલક મળી શકે છે. ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલ કરારી હાર બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યુ છે. આ દરમિયાન મનમોહન પર આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો