પહેલા 4 કલાકમાં ઝારખંડમાં 24 ટકા મતદાન. કાશ્મીરમાં પણ ઉત્સાહ

મંગળવાર, 9 ડિસેમ્બર 2014 (12:21 IST)
ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે આજે ત્રીજા ચરણનુ મતદાન થઈ રહ્યુ છે. આ ચરણમાં જમ્મુ-કાશ્મીરની 16 સીટો અને ઝારખંડની 17 સીટો પર વોટ નાખવામાં આવી રહ્યા છે. આ ચરણમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને તેના કૈબિનેટના ત્રણ સહયોગી મેદાનમાં છે. રાજ્યમાં કુલ 144 ઉમેદવાર મેદાનમાં છે. તેમાથી 64 ઉમેદવારોએ ખુદને કરોડપતિ બતાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના 13.69 લાખથી વધુ મતદાતા આ ચરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
 
બીજી બાજુ ઝારખંડમાં આ ચરણમાં 289 ઉમેદવાર મેદાનમાં છે. તેમા 26 મહિલા ઉમેદવાર છે. મતદાનમાં મતદાતા પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી, પૂર્વ મંત્રી માધવ લાલ સિંહ. ચંદ્રપ્રકાશ ચૌઘરી. શિક્ષા મંત્રી ગીતાશ્રી ઉરાંવ. ઉર્જા મંત્રી રાજેંન્દ્ર સિંહ. આજસુ પ્રમુખ સુદેશ મહતોના ભાગ્યનો નિર્ણય કરશે.  ચૂંટણી આયોગે રાજ્યમાં 5.865 મતદાન કેન્દ્ર બનાવ્યા છે.  
 

વેબદુનિયા પર વાંચો