પંદર જૂને પૂર્ણ ચંદ્રગ્રહણ

મંગળવાર, 31 મે 2011 (11:21 IST)
દેશમાં 15મી જૂનની રાત્રે લોકો ખુલ્લી આંખોથી પૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકશે.

તમિલનાડુ વિજ્ઞાન અને ઓદ્યોગિક કેન્દ્રના કાર્યકારી નિદેશક પી. એલએમપેરુમલે ચેન્નઈને જણાવ્યુ, 'ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે'.

આને ઉંઘાડી આંખોથી જોઈ શકાશે' અંતરિક્ષની ઘટનાઓમાં રસ રાખનારા વિજય કુમારે જણાવ્યુ કે પૂર્ણ ચંદ્રગ્રહણ દક્ષિણ એશ્સિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે.

પૃથ્વીનો પડછાયો 15 જૂનની રાત્રે 11 વાગીને 52 મિનિટે અને 16 જૂનના રોજ સવારે બે વાગીને 32 મિનિટે ચંદ્રમાને સંપૂર્ણ રીતે ઢાંકી દેશે. બીજી બાજુ બે જૂનના રોજ આંશિક સૂર્યગ્રહણ પણ લાગશે જે ભારતમાં જોવા નહી મળે.

વેબદુનિયા પર વાંચો