નરેન્દ્ર મોદી પર 15મી ઓગસ્ટે ડ્રોનથી હુમલો થવાની શક્યતા

ગુરુવાર, 28 જુલાઈ 2016 (11:26 IST)
સુરક્ષા એજંસીઓથી મળેલ ઈનપુટના આધાર પર કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડ્રોનથી અટેક કરવામાં આવી શકે છે. ઈંટેલીજેંસ એજંસીઓનુ કહેવુ છે કે પાકિસ્તાની ગુપ્ત એજંસી આઈ.એસ.આઈએ લશ્કર-એ-તોયબા અને જેશ-એ-મોહમ્મદને એક સાથે મળીને લાલ કિલ્લા પર મોદી પર ડ્રોનથી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યુ છે. 
 
આ સમાચાર પછી પીએમની સુરક્ષામાં લાગેલ અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય મીટિંગ કરવામાં આવી રહી છે.  પ્લાનના મુજબ પીએમ જ્યાથી ભાષણ આપશે ત્યાથી બુલેટ પ્રુફ ઓવરહેડ કેનોપી બનાવવામાં આવશે. મતલબ પીએમ ચારેબાજુથી સુરક્ષિત રહેશે. 
 

વેબદુનિયા પર વાંચો