નક્સલી હુમલામાં 26 જવાન શહીદ

ભાષા

બુધવાર, 30 જૂન 2010 (11:24 IST)
છત્તીસગઢના દૂરદરાજના નારાયણપુર જિલ્લામાં મંગળવારે માઓવાદીના હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 26 જવાનોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે આઠ ઘાયલ થયાં છે.

કેંદ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લઈએ કહ્યું કે, એક પહાડ પર મોજૂદ ભારી સંખ્યામાં સશસ્ત્ર માઓવાદીઓએ પોતાના કાર્યક્ષેત્રથી પરત ફરી રહેલી 63 સભ્યોની ટુકડી પર સ્વચાલિત હથિયારોથી હુમલો કરી દીધો. બપોરે લગભગ ત્રણ વાગ્યે થયેલા આ હુમલામાં આઠ જવાન ઘાયલ થયાં છે જેમાં છત્તીસગઢ પોલીસના ચાર વિશેષ પોલીસ અધિકારી પણ શામેલ છે.

પ્રદેશ પોલિસના અતિરિક્ત પોલિસ મહાનિદેશક રામનિવાસે જણાવ્યું કે, સુરક્ષા ટુકડીના જવાનોએ જવાબી ગોળીબાર પણ કર્યો, પરંતુ એ સ્પષ્ટ ન થયું કે, શું કોઈ માઓવાદીને ગોળી લાગી અથવા કોઈ ઘાયલ થયો.

પિલ્લઈએ જણાવ્યું કે, ઘટનાસ્થળ પર સુરક્ષા અને ચિકિત્સા સહાયતા પહોંચાડી દેવામાં આવી છે. ઘાયલોને સેનાના હેલીકોપ્ટર હોસ્પિટલ લઈ જઈ રહ્યાં છે. બીજી તરફ મુખ્યમંત્રી રમનસિંહે ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય.

વેબદુનિયા પર વાંચો