ધરતીપુત્રએ કેજરીવાલની રેલીમાં આપ્યો જીવ અને ચાલતી રહી રાજનીતિ !!

બુધવાર, 22 એપ્રિલ 2015 (17:26 IST)
આમ આદમી પાર્ટીની બુધવારે જંતર મંતર પર બોલાવાયેલ રેલી દરમિયાન એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી. લગભગ દોઢ વાગ્યે દૌસાના નાંગલ (રાજસ્થાન)થી આવેલ એક ખેડૂતે ઝાડ પર લટકીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ભાષણ આપતા રહ્યા. લગભગ પોણા ત્રણ વાગ્યે તેમનુ ભાષણ ખતમ પત્યુ તો તેમણે રામ મનોહર લોહિયા હોસ્પિટલ જઈને ખેડૂત વિશે માહિતી લીધી. તેમની સાથે મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ હતા. કેજરીવાલના પહોંચવાના થોડાક જ મિનિટની અંદર ખેડૂતનુ મોત થઈ ગયુ. 
 
આમ આદમી પાર્ટીના જમીન અધિગ્રહણ બિલના વિરોધમાં રેલી હતી. આ દરમિયાન ગજેન્દ્રનુ નામનુ 45 વર્ષીય ખેડૂત ઝાડ પર ચઢી ગયો અને ફંદા પર લટકવાનો પ્રયત્ન કરવા લાગ્યો.  ત્યારે ભીડમાંથી કેટલાક લોકો નીકળ્યા અને તેમણે તેને નીચે ઉતાર્યો. તેને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ તે બચી ન શક્યો. 
 
ખેડૂતને પાસે એક સુસાઈડ નોટ પણ જપ્ત થઈ છે. જેમા લખ્યુ છે.. "મારા ઘરમાં 3 બાળકો છે. ઘરમાં ખાવાનુ કશુ નથી. મારો પાક બરબાદ થઈ ગયો. પિતાએ ઘરેથી કાઢી મુક્યો 
 
ઘટના છતા રેલી ચાલતી રહી -  ઘટના બપોરે દોઢ વાગ્યની આસપાસ થઈ. તેમ છતા આમ આદમી પાર્ટીના એક એક નેતા ભાષણ આપતા રહ્યા. કુમાર વિશ્વાસ, સંજય સિંહ ઉપરાંત કેજરીવાલે પોલીસને આ ઘટના માટે દોષી ઠેરવી.  વિશ્વાસે રેલીમાં થયેલ નારાબાજી અને ઘોંઘાટને પણ વિપક્ષી પાર્ટીઓનુ ષડયંત્ર બતાવ્યુ. કેજરીવાલે કહ્યુ કે દિલ્હી પોલીસે માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવવુ જોઈતુ હતુ.   કેજરીવાલે કહ્યુ, પોલીસની એટલી માણસાઈ બને છે કે તેને બચાવે.  તેઓ એ તો નહી કહે કે અમે દિલ્હી સરકારના કંટ્રોલમાં નથી. 

વેબદુનિયા પર વાંચો