દેશવાસીઓને દશેરાની શુભેચ્છા

ભાષા

સોમવાર, 28 સપ્ટેમ્બર 2009 (09:43 IST)
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશવાસીઓને આજે દશેરા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું હતુ કે, આ દશેરાના શુભ અવસરે દેશના બધા જ લોકોને હું શુભેચ્છા પાઠવું છું અને તેમની સફળતા, સમૃદ્ધિ તેમજ સુખ માટે પ્રાર્થમા કરૂ છું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષ દેશના લોકોમાં એકતા અને ખુશીનું કાર્ય કરવા માટે પ્રેરણાદાયી રહેશે અને સમાજના નૈતિક પાયાને મજબુત કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, દશેરા અસત્ય પર સત્યની વિજય છે અને આપણા દેશમાં નૈતિક બળ અને નૈતિક મૂલ્યના મૂળ લાંબા સમયથી ખુબ જ ઉંડા રહ્યાં છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું કે, દશેરા અને દુર્ગાપૂજા સાંપ્રદાયિક દિવાલોને તોડીને લોકોને તક આપે છે કે તેઓ ભાઈચારાના બંધનમાં બંધાઈ જાય.

વેબદુનિયા પર વાંચો