ચીન ગુજરાતને ગ્વાંગ ડોંગ અને અમદાવાદને ગ્વાંગ શુ બનાવશે !!

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (15:51 IST)
અમદાવાદની મુલાકાતે આવી રહેલ ચીનના પ્રેસીડેંટ જીનપીંગ સાથે આજે ગુજરાત સરકાર અગત્યના એમઓયુ સાઈન કરશે. ચીનનું સૌથી વિકસિત ગણાતું પ્રોવિંસ ગ્વાંગ ડોગ ગુજરાતનું સિસ્ટર સ્ટેટ બનશે. જ્યારે ગ્વાંગ ડોંગની રાજધાની ગ્વાંગ શુ અમદાવાદની સિસ્ટર સીટી બનશે. ગ્વાંગ ડોગ 1989થી ચીનનુ સૌથી ધનિક પ્રાંત ગણાય છે. કરાર પ્રમાણે ગુજરાતને ગ્વાંગ ડોંગની જેમ વિકસિત કરવામાં ચીનની મદદ કરશે. 
 
ચીનના જાણીતા લીડર ડેંગ ઝીંયાઓપીંગે અહી ચીનનો સૌ પ્રથમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન શરૂ કર્યો હતો. ગ્વાંગ ડોંગની વસ્તિ 1 કરોડની છે અને 9500 ડોલર માથાદીઠ આવક સાથે અહીનો જીડીપી 1.5 ટ્રીલિયન ડોલર છે. ગ્વાંગ ડોંગની જેમ ગુજરાત પણ ભારતનું વિકસિત રાજ્ય છે અને કરાર પ્રમાણે અહીનો વિકાસ કરશે.  
 
ગુજરાતના સાણંદના સ્પેશિયલ ઈકોનોમી ઝોનનો વિકાસ કરવામાં ચીન મદદ કરશે. સાણંદમાં અનેક ચીનની કંપનીઓ ઓટો પ્લાંટથી લઈને ઈલેક્ટ્રોનિક અને બીજા ઉદ્યોગોમાં 100 કરોડ ડોલરનું રોકાણ કરશે. સાણંદમાં પાંચ કિલોમીટરના પરિઘમાં ચીન તેમનો સ્પેશિયલ ઔધોગિક ઝોન સ્થાપશે. 
 
એવી જ રીતે અમદાવાદને ગ્વાંગ શુ શહેર સાથે સાંકળીને અનેક પ્રોજેક્ટ શરૂ કરાશે. 2005માં ગ્વાંગ શુ માં 1.36 કિલોમીટર વિસ્તારમાં વૈશ્વિક લેવલનો ઈંડસ્ટ્રીયલ પાર્ક શરૂ કરવામાં આવ્યો છે. બહુમાળી ઈમારતો, મોલ સ્ટેડિયમ અને મેટ્રો જેવી ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે ગ્વાંગ શુ દુનિયામાં ફેમસ છે.  

વેબદુનિયા પર વાંચો