ગાય અને ભેંસોનો પણ વીમો

ભાષા

બુધવાર, 9 સપ્ટેમ્બર 2009 (15:54 IST)
મધ્ય પ્રદેશના ખેડૂતો અને પશુપાલકો માટે એક સારા સમાચાર એ છે કે, હવે દુઘાળુ ગાય અન અને ભેંસોનો પણ વીમો થશે. પ્રીમિયમની 50 ટકા રકમ કેન્દ્ર સરકાર અને 25 ટકા રકમ રાજ્ય સરકાર તરફથી અનુદાનના રૂપમાં વીમા કંપનીને આપવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી સત્તાવર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર આ વીમા યોજના માટે છ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં બાલાઘાટ, રીવા, સીધી, સીહોર, દેવાસ અને ઇંદૌરનો સમાવેશ થાય છે.

હાલ આ જિલ્લાઓમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં એક પશુપાલક વધુમાં વધુ બે પશુઓનો વીમો કરી શકશે. આ વીમો એક વર્ષ માટે હશે. અનુમાન અનુસાર પશુપાલકને 10,000 રૂપિયા સુધીની કીમતના દુધાળુ પશુના પ્રીમિયમમાં માત્ર 62 રૂપિયા જ આપવા પડશે.

વેબદુનિયા પર વાંચો