ગાંધી સાથે જોડાયેલ સ્થળોને સ્મારકના રૂપે ઘોષિત કરો

ભાષા

રવિવાર, 25 ઑક્ટોબર 2009 (15:56 IST)
P.R
મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ શનિવારે માંગ મુકી કે, બાપુ સાથે સંબંધિત બધા જ સ્થળોને સ્મારકના રૂપમાં વિકસીત કરવા જોઈએ.

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બાપુ સાથે જોડાયેલ બધા જ સ્થળોનો વિકાસ અને સંરક્ષણ, તેમની સારસંભાળ પર સુલઝાવ આપવા પર ગઠિત કરવામાં આવેલ ગાંધી હેરિટેજ સમિતિના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગાંધીએ કહ્યું કે, જે જે જગ્યાએ ગાંધીબાપુ રોકાયા હતાં તે બધા જ સ્થળોને સ્મારકના રૂપમાં વિકસીત કરવી જોઈએ.

ગાંધીએ કહ્યું કે, દેશમાં જે જે જગ્યાએ મહાત્મા ગાંધી ક્યારેય પણ ગયાં હતાં તેમાંથી મોટા ભાગના સ્થળોને ખાનગી સંપત્તિ, ખંડેરમાં બદલી દેવામાં આવ્યાં છે. તે સ્થળોની પવિત્રતા જળવાઈ રહે તે માટે તેમનો ફરીથી જીર્ણૉદ્ધાર કરાવવાની જરૂરત છે.

વેબદુનિયા પર વાંચો