કોબરાને મારીને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવુ યુવકને ભારે પડ્યુ

શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (16:04 IST)
કોબરા સાંપને મારીને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવુ એક યુવકને ભારે પડી ગયુ છે. બુઘવારે વન વિભાગની ટીમે ઉક્ત યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો. ત્યારબાદ કોર્ટે યુવકને સજા સંભળાવતા આઠ દિવસ માટે જેલ મોકલી દીધા છે. પ્રદેશમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે.  વન વિભાગના રેંજર આરઆર પરિહારે જણાવ્યુ કે દતાનાના યુવક સૈયદ ફૈજ અલી(22) એ મહિના પહેલા ઈંસ્ટાગ્રામ પર કોબરા સાંપની લાશ સાથે ફોટો ટૈગ કર્યો હતો.  ફોટો પર  યુવકે લખ્યુ હંટેડ બાય મી.  ડીએફઓ રાજીવ કુમાર મિશ્રાએ જણાવ્યુ કે નવી દિલ્હી સ્થિત વન વિભાગના મુખ્યાલય પર આ ફોટો જોવા મળ્યો ત્યાથી જ ભોપાલ મુખ્યાલય પર યુવક પર કાર્યવાહી કરવાનો નિર્દેશ રજુ કર્યો.  ભોપાલ મુખ્યાલયે સોમવારે જ યુવકનો ફોટો અને અન્ય માહિતી ફોરવર્ડ કરી કાર્યવાહી માટે જવાનો આદેશ આપ્યો.  બુઘવારે એ યુવકને દેવાસ રોડ સ્થિત ગ્રામ દતાનાના રહેઠાણ પરથી ધરપકડ કરવામાં આવી. રેંજર, વનપાલ નરેશ કુશવાહ વન રક્ષક જોગેન્દ્ર જાટવા અને બીટ પ્રભારી અનિલ સેનના દળે યુવકની ધરપકડ કરી ન્યાયાલયમાં રજુ કર્યો. યુવક પર ભારતીય વન્ય પશુ સંરક્ષણ અધિનિયમની ધારા 9 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ન્યાયાલયે યુવકને 8 દિવસ માટે જેલ મોકલવાનો આદેશ રજુ કર્યો છે. 

વેબદુનિયા પર વાંચો