કોન બનેગા કરોડપતિને 1 કરોડનો દંડ!

નઇ દુનિયા

શનિવાર, 13 સપ્ટેમ્બર 2008 (11:35 IST)
શાહરૂખ ખાનનાં કોન બનેલા કરોડપતિ કાર્યક્રમમાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાનાં કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ દ્વારા મોબાઈલ કંપની એરટેલ અને ચેનલ સ્ટાર પ્લસ પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પંચ દ્વારા સોસાયટી ઓફ કૈટલિસ્ટની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.આ સ્પર્ધામાં એસએમએસથી કંપનીએ 13 કરોડ રૂપિયા કમાયા હતાં. જ્યારે દર્શકોમાં તેણે ફક્ત એક કરોડ રૂપિયા ઈનામરૂપે આપ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે કેબીસીની પ્રથમ સિરીઝમાં અમિતાભ બચ્ચન દ્વારા રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ કેબીસીની સેકન્ડ સિરીઝમાં શાહરૂખ ખાનને લેવામાં આવ્યો હતો. જેને ખાસ સફળતા મળી નહતી.

વેબદુનિયા પર વાંચો