કાશ્મીરમાં 35,000 સૈનિક હટાવાયા : ઉમર અબ્દુલ્લા

ભાષા

શુક્રવાર, 19 માર્ચ 2010 (18:03 IST)
જમ્મૂ અને કાશ્મીરમાં છેલ્લા 15 મહીના દરમિયાન 35,000 થી વધુ સૈનિકોને પરત બોલાવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બુધવારે સાજે વિધાનસભામાં કહ્યું કે, વગર કોઈ પ્રચાર પ્રસારે અમે 35,000 સૈનિકોને પરત બોલાવ્યાં છે અને આતંરિક સુરક્ષામાં લાગેલા કેન્દ્રિય અર્ધસૈનિક દળોની સંખ્યમાં પણ કપાત કરવામાં આવી છે.

રાજ્યની પ્રમુખ વિપક્ષી પક્ષ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને અલગાવવાદી સંગઠનોની હમેશા માગણી રહી છે કે, કાશ્મીરમાં સૈનિકોની સંખ્યામાં કપાત કરવામાં આવે કારણ કે, તેમની હાજરીથી લોકોની રોજબરોજની જિંદગી પ્રભાવિત થાય છે અને માનવાધિકારોનું હનન પણ થાય છે.

સત્તારૂઢ નેશનલ ક્રોફેસનું પણ સૂચન રહ્યું છે કે, ઘાટીમાં સૈનિકોની સંખ્યામાં કપાત કરવી આવશ્યક છે.

વેબદુનિયા પર વાંચો