આસારામાને આજે HC તરફથી રાહતની આશા, જામીન પર થશે નિર્ણય

બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (10:49 IST)
,
P.R
કિશોરીના યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ માટે આજે ફરી આશાના કિરણનો દિવસ છે. આજે નિર્ણય થશે કે તેમને જામીન મળશે કે પછી તેઓ જેલમાં જ રહેશે. આસારામની જામીન અરજી પર આજે જોઘપુર હાઈકોર્ટમાં સુનાવણી થશે. 16 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી 2 દિવસ માટે ટાળવામાં આવી હતી.

આસારામની તરફથી જાણીતા વકીલ રામ જેઠમલાણી પર હાઈકોર્ટમાં ચર્ચા થશે. સાથે જ સરકારી વકીલ પણ પોતાનો પક્ષ મુકશે આસારામ હાલ 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં જેલમાં છે. નીચલી કોર્ટને તેમને જામીન મળી નહોતી. હવે આસારામની નજર હાઈકોર્ટ પર ટકેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ જોધપુર કેન્દ્રીય જેલમાં ન્યાયિક કેદમાં છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જોઘપુરે તેમને 14 દિવસ સુધી ન્યાયિક કેદમાં મુકવાનો આદેશ આપ્યો હતો. તેમની ન્યાયિક કેદનો સમય 16 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી, પણ 16 સપ્ટેમ્બરના રોજ જામીન પર સુનાવણી 2 દિવસ માટે ટાળી દેવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો