આસારામને સોનિયા રાહુલના વિરોધની સજા મળી રહી છે - ઉમા ભારતી

ગુરુવાર, 22 ઑગસ્ટ 2013 (14:37 IST)
.
P.R
દિલ્હીમાં નોંધાયેલ રેપ કેસમાં ધર્મગુરૂ આસારામ બાપુની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પર ધરપકડની તલવાર લગટી છે. પરંતુ આ મુશ્કેલીના સમયે મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી તેમના બચાવમાં ઉતરી છે. તેણે આ સંપૂર્ણ મુદ્દાને કોંગ્રેસનું ષડયંત્ર બતાવ્યુ છે. આ દરમિયાન જોઘપુરના કમિશ્નર બીજૂ જોસેફે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ બાબતે ટૂંક સમયમાં જ બાપૂની પૂછપરછ થશે. પૂછ્પરછ બાદ તેમની ધરપકડ વિશે નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ કાયદાકીય માહિતગારો મુજબ આ કેસમાં કાયદો કડક છે અને અગ્રિમ જામીનના ચાંસ ઓછા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે ધરપકડ માટે પીડિતનુ નિવેદન જ પુરતુ છે.

મુશ્કેલીમાં ઘેરાયેલ સંત આસારામના બચાવમાં બીજેપીની ઉમા ભારતી ઉતરી છે. તેણે કહ્યુ કે સંત આસારામ બાપૂ નિર્દોષ છે. સોનિયા અને રાહુલ ગાંધીના વિરોધની તેમને સજા મળી છે. કોંગ્રેસી રાજ્યોમાં તેમના પર ખોટા કેસ નોંધાયા છે. સંત સમાજ તેમની પડખે ઉભો છે.

બીજી બાજુ આ બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગોહલતે કહ્યુ કે તેમણે જોધપુર પોલીસને આદેશ આપ્યો છે કે તે નિષ્પક્ષ તપાસ કરે અને હકીકત મુજબ કાર્યવાહી કરે. તેમણે જોર આપીને કહ્યુ કે દોષી સાબિત થતા કોઈને માફ નહી કરવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 16 વર્ષની એક યુવતી મધ્ય પ્રદેશના છિંદવાડામાં આસારામના ગુરૂકુળમાં 12મા ધોરણમાં ભણી રહી હતી. આ કિશોર બાળાએ જે રિપોર્ટ નોંધાવી છે તેના મુજબ ઓગસ્ટના શરૂઆતમાં તેની તબિયત બગડી હતી. આસારામે તેને તંત્ર વિદ્યાથી ઠીક કરવા માટે જોઘપુર બોલાવી અને જોઘપુરમાં આસારામ બાપૂએ તેના પર રેપ કર્યો.

વેબદુનિયા પર વાંચો