આંખોથી ઈશારો કરીન રોબોટ દિલ લઈ ગયો

ભાષા

રવિવાર, 13 એપ્રિલ 2008 (11:52 IST)
નવી દિલ્હી. માણસની જેમ મશીનને પણ સંવેદનશીલ બનાવવામાં કાર્યરત થયેલ વૈજ્ઞાનિકોને એક જોરદાર સફળતા પ્રાપ્ત થઈ છે. અમેરીકાના વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે ફક્ત ખુશ થવા પર હસતો જ નથી પરંતુ ગુસ્સામાં અને આશ્ચર્યમાં પોતાની ભ્રમરોને પણ ઉપર ઉઠાવે છે.

મેસાચુસેટ્સ ઈંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એમઆઈટી મીડિયા લેબના વ્યક્તિગત રોબોટ સમુહ વૈજ્ઞાનિકોએ યૂનિવર્સીટી ઓફ મેસાચુસેટસ અમર્હસ્ટના વિશેષજ્ઞોની સાથે મળીને નેક્સી નામનો આ રોબોટ તૈયાર કર્યો છે.

એમાઆઈટીના મિડિયા સંપર્ક કાર્યાલય મુજબ નેક્સી ગુસ્સામાં અને આશ્ચર્યમાં પોતાની ભ્રમરોને વાંકી કરે છે અને વાતચીત કરવા માટે માણસના અંદાજમાં ચહેરાના ભાવોને ઉજાગર પણ કરે છે.

વેબદુનિયા પર વાંચો