પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી આજે બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને નાણાકીયમંત્રી અરુણ જેટલીની હાજરીમાં તેમણે બીજેપીની સભ્યતા લીધી. તેમણે ટોલ ફ્રી નંબર પર એસએમએસ દ્વારા બીજેપીની સભ્યતા લીધી. આમ તો દિલ્હીમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીના આ પગલાને ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. અમિત શાહે કહ્યુ કે બીજેપીમાં કિરણ બેદીનુ સ્વાગત છે. કિરણ બેદીના આવવાથી બીજેપીને તાકત મળશે અને તે ચૂંટણી લડશે. નવા સમાચારની પ્રતીક્ષા કરો. બધા કાર્યકર્તા સીએમ પદના ઉમેદવાર છે.
ગુરૂવારે સવારથી જ અટકળોનુ બજાર ગરમ છે કે દિલ્હીમાં આવતા મહિને થનારી ચૂંટણીમાં બીજેપી અરવિંદ કેજરીવાલની સામે કિરણ બેદી કે જયા પ્રદાને ઉભી કરી શકે છે. જો કે આપની લ પૂર્વ નેતા શાઝિયા ઈલ્મીએ અફવાઓ પર પોતાનુ વલણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે બીજેપીની સીટ પરથી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કે ક્યાયથી પણ કોઈ ચૂટણી લડવાની નથી.