હાર્દિકે સરકાર અને પોલિસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પોલિસોએ 8 નિર્દોષ પાટીદરોની હત્યા કરી નાખી એ પછી પણ તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી . પાટીદારો શાંતિના માર્ગે જીએમડીસી ગ્રાઉંડ પર આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલને તોડી પાડવા માટે લાઠીચાર્જ કરાવ્યો . પોલિસો દ્વારા રાત્રે સોસાયટીમાં ઘૂસીને પાટીદારોની મિલકતને નુક્શાન પહોંચાડવામાં આવ્યું. માતા-બહેનોને ખરાબ ગાળો બોલવામાં આવી.