અચ્છે દિન આપવાની તૈયારીઓમાં મોદી સરકાર

મંગળવાર, 22 જુલાઈ 2014 (17:11 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને 17 સુત્રીય  એજંડા આપ્યો છે. જેમાં સૌથી મુખ્ય રોડ અને રેલ નેટવર્કમાં સુધાર છે . જેથી દેશમાં કોઈ પણ ઠેકાણેથી દેશનાઅ ખૂણા સુધી માત્ર 24 કલાક પહોંચી શકાય.આ ઉપરાંત  શ્રમ કાયદામાં સુધાર ,દરેક જિલ્લાની હોસ્પિટલમાં હેલ્થ નોલેજ ઈંસ્ટીટ્યુટ જેવા અનેક મુખ્ય મુદ્દાઓ છે. 
 
મોદીએ આ એજનડા બાબતે મંત્રીઓને 10 જુલાઈ સુધી વિસ્તૃત એકશન પ્લાન માગ્યો હતો. મોદી ઈચ્છે છે કે ઓગસ્ટના અંત સુધી જ્યારે સરકાર 100 દિવસો પૂરા કરે ત્યારે તેનો એજંડો સંપૂર્ણ રીતે નક્કી હોય્ 
 
વાહનવ્યવહાર પર ખાસ નજર 
 
મોદી સરકારની દેશની અંદર વાહનવ્યવ્હારને ઝડપી બનાવા પર નજર છે. પ્લાન મુજબ  ,પૂર્વ અને પશ્ચિમ તટીય વિસ્તારોમાં એકસપ્રેસ વે બનાવવાનો પ્રસ્તાવ છે . બન્ને એકસપ્રેસ વે એકબીજા સાથે લેટીચ્યુડ એકસપ્રેસ વેના માધ્યમથી જોડાશે . તેને અક્ષાંશ માર્ગ એકસપ્રેસ વે તરીકે ઓળખાશે. 
 
કાન્હા કૃષ્ણ કોરિડોર બનાવાનો પણ પ્રસ્તાવ છે. જે આંધ્ર પ્રદેશ અ ને મધ્ય પ્રદેશની વચ્ચે હશે .આ નેટવર્કના માધ્યમથી આ વિસ્તારોમાં હાઈવે રેલ નેટવર્ક અને સાથે તેલ અને ગૈસ પાઈપલઈનને જોડવાનો પ્રસ્તાવ છે. મોટા અને નાના શહેરોમાં મેટ્રો રેલ અને બીઆરટી વ્યવસ્થા લાવાનો પ્લાન છે. આ ઉપરાંત મોદી સરકારની તટીય વિસ્તારોમાં વિશ્વસ્તરીય પોર્ટ બનાવાની યોજના છે. દેશના લાંબા દરિયાકાંઠાનો ફાયદો ઉઠાવા માટે ઓછામાં ઓછા બે પોર્ટના નિર્માણની યોજના છે. જેમાંથી પૂર્વ અને બીજો પશ્ચિમ કાંઠે હશે. 
 
મોબાઈલ નેટવર્ક પર નજર 
 
સંપર્ક અને સંચારમાં સુધાર કરવાની યોજના હેઠળ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે જેમાં દેશમાં લાંબા અંતરે કરનારા કોલ પર એટલો જ ચાર્જ લાગશે જેટલો લોકલ કોલમાં લાગે છે. 
 
દરેક ઘરમાં વિજળી 
 
આ એજ્ન્ડામાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનો પ્લાન છે. શહેરોમાં મિની ગ્રેડ લગાવવામાં આવશે જેનો સારસંભાળ પ્રાઈવેટ વેન્ડર કે કાર્પોરેટ થકી થશે. ગામડાઓમાં પણ ગ્રિડ લગાવવાની યોજના છે. પ્લાન મુજબ નાગપુરને લોજીસ્ટિકસ વિતરણ કેન્દ્ર અને વિજળી વિતરણ  કેન્દ્ર બનાવામાં આવશે. 
 
શ્રમ સુધારા પર ખાસ નજર 
 
શ્રમ સુધારાની દેશામાં મોદી સરકાર અમુક ખાસ પગલા ઉઠાવી શકે છે. સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે મજૂરોને કોંટ્રાકટની જ્ગ્યાએ ચોક્કસ ટર્મના આધારે કામ આપવામાં આવે. આ ઉપરાંત નાના ઉદ્યોગોમાં પણ કારખાના અધિનિયમ લાગુ થવો જોઈએ.   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો