જો તમને હમણાં હમણાં પ્રેમ થયો હોય તો તમને દરેક વ્યક્તિ સારી લાગશે અને તમે તમારી ગમતી વ્યક્તિ સાથે એક સફળ અને લાંબી રિલેશનશિપ વિશે વિચારશો, પરંતુ એક સમય પછી તમને આખી દુનિયા અણગમતી લાગવા લાગશે, તમારે કંઈક નવું અને વધુ સારું જોઈતું હશે તથા તમારી ગમતી વ્યક્તિ સાથે તમારો પ્રેમ, રોમાન્સ બધું જ સ્વાહા થઈ જશે. જ્યારે લાઈફમાં આ સમય આવે તો લોકોના બ્રેકઅપ અને છુટાછેડા થાય છે, પરંતુ આટલો મોટો નિર્ણય લેતા પહેલા થોડા દિવસ એકબીજાથી દૂર રહો.. એક મહિનો.. બે મહિના.. પછી જુઓ તમારો નિર્ણય કેટલો બદલાય જશે. આ ઉપરાંત રિલેશનમાં કેટલીક વાતો જરૂર યાદ રાખો
એક-બીજા માટે સંવેદનશીલ બનો
સંબંધોનો આનંદ ઉઠાવવા માટે એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનો અને દરેક પળને જીવતા શીખો. તમે તમારા સંબંધોની ઉંડાઇ ત્યાં સુધી નહી સમજી શકો જ્યાં સુધી તમારા પાર્ટનર સાથે ખુલીને જીવતા નહી શીખો.
પાર્ટનરને તેની વાત કહેવાનો મોકો આપો
બધા ઇચ્છે છે કે તે તેમની વાત ખુલીને કહી શકે, તો તમારે ખુલીને વાત કહેવાનો મોકો આપવો જોઇએ. પાર્ટનરને ક્યારે બોલવા દેવા અને ક્યારે નહી તેની સાચી ઓળખ કેળવો.