લવ અને સેક્સ : સેક્સને સફળ બનાવવાની સરળ ટિપ્સ

P.R

સેક્સ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવેલ અભ્યાસથી જાણ થાય છે કે સફળ સેક્સ લાઈફવાળાનું આયુષ્ય લાંબુ હોય છે. તેમના જીવનમાં સફળ થવાના ચાંસ વધુ હોય છે. રોજની નાની નાની પણ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાની સેક્સ લાઈફને એંજોય કરી શકે છે. પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ ડો. મહેશ નવાલના મુજબ સેક્સ દરમિયાન જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવન સુખમય અને આનંદદાયક બની શકે છે.

તો પછી ધ્યાનથી વાંચો સક્સેસફુલ સેક્સ લાઈફ માટે સિંપલ ટિપ્સ

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

વધુ આક્રમકતા ન બતાવો
P.R

સેક્સ દરમિયાન ન તો આક્રમક બનો કે ન તો તમારા પાર્ટનર પર હાવી થવાનો પ્રયત્ન કરો. હા, તેની સાથે સહજતાથી વર્તાવ કરો. આ સાથે જ તેની પસંદ નાપસંદનો પણ ખ્યાલ રાખો. આદર્શ સેક્સ માટે જરૂરી ટિપ્સ આગળના પેજ પર...


વાતચીત પણ કરો
P.R

આદર્શ સેક્સ માટે ફોર્‍ લેટર વર્ડ અર્થાત ચાર અક્ષરોનો શબ્દ (TALK)ને હંમેશા મહત્વ આપો. તમારા પાર્ટનર સાથે વાતચીત કરો અને તેને સેક્સુઅલ પ્રિફરેંસ જરૂર પૂછો. ક્યારેય તેના પર ત અમારી ઈચ્છા લાદશો નહી. સેક્સને વધુ આનંદદાયક બનાવવા માટે અપનાવો આ રીત... આગળના પેજ પર..

પાર્ટનરની ઈચ્છાનું સન્માન કરો
P.R

સેક્સની કોઈપણ ક્રિયા અથવા વિવિધતા માટે તમારા સાથીની ઈચ્છા અથવા અનિચ્છાનું પુર્ણ સન્માન કરો. તેની સાથે સહજતાથી વર્તાવ કરો.

કોઈપણ પ્રકારની બળજબરી તમને તમારા સાથીથી દૂર કરી શકે છે. સાથે જ જો પ્રેમથી સમજાવવામાં આવે તો ધીરે ધીરે પાર્ટનર પણ તમારો સાથ આપવા તૈયાર થઈ જશે. આ મહત્વપૂર્ણ ટિપ હંમેશા યાદ રાખો.... આગળના પેજ પર ..

પાર્ટનરનું સુખ પણ જુઓ
P.R

હંમેશા યાદ રાખો કે સેક્સ સુખ બે પગની વચ્ચે નહી પણ બે કાનની વચ્ચે અર્થાત મસ્તિષ્કમાં હોય છે.

શારીરિક સંતુષ્ટિ માટે એવી કોઈ પણ હરકત ન કરો,જેનાથી પાર્ટનર નારાજ થઈ જાય અથવા તણાવગ્રસ્ત થઈ જાય.

સાથે તમારા પાર્ટનરની સંતુષ્ટિનું પણ ધ્યાન રાખો. જો તે સંતુષ્ટ થશે તો તમારી સંતુષ્ટિનું લેવલ બમણું થઈ જશે. લાંબા સમય સુધી સહવાસ માટે હંમેશા એક વાત યાદ રાખો.. આગળના પેજ પર..

શરીર મહેંકશે તો સેક્સ સફળ થશે
 
P.R

સહવાસ દરમિયાન પહેલા હળવો અને સુપાચ્ય ખોરાક લો અને એ પણ ધ્યાન રાખો કે ભોજન અને સેક્સ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર રાખો.

સેક્સ પહેલા કોઈ પણ એવી વસ્તુ ન ખાવ જેનાથી શરીરમાં દુર્ગંધ કે કોઈ અન્ય તીવ્ર ગંધ આવતી હોય. શક્ય હોય તો સ્નાન કરીને કે પછી કમસે કમ બ્રશ કરીને જ સેક્સની શરૂઆત કરો.


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો