વધુ સહનશીલ હોય છે ભારતીય - શાહરૂખ

સોમવાર, 5 એપ્રિલ 2010 (09:44 IST)
IFM
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને કહ્યુ છે કે ભારતીય સ્વભાવથી વધુ સહનશીલ હોય છે અને ભારતીય સમાજમાં ધાર્મિક કટ્ટરવાદ સ્વીકાર્ય નથી.

શાહરૂખને પૂછતા કે ભારતીય મુસલમાન પડોશી દેશ જેવા કટ્ટર કેમ નથી હોતા તો તેમણે કહ્યુ મારુ માનવુ છે કે સ્વભાવથી ભારતીય સમજૂતી કરનારા અને સમજદાર હોય છે.

ગયા વર્ષે અમેરિકાના એક હવાઈ મથક પર નસ્લી ભેદભાવના ભોગ બનેલ શાહરૂખે કહ્યુ કે આ પ્રકારની ઘટનાથી અમેરિકાની વૈશ્વિક છબિ પર નકારાત્મક અસર પડે છે.

તેમણે કહ્યુ કે બોલીવુડની નવી પેઢીને પશ્ચિમી સિનેમાથી વધુ માન્યતા મળી રહી છે અને ભારતને એવી ફિલ્મોની જરૂર છે, જે દુનિયાભરના દર્શકોને પ્રભાવિત કરે.

વેબદુનિયા પર વાંચો