ભુટ્ટોએ ત્રણ શંકાશીલ નામ જણાવ્યાં

વાર્તા

શનિવાર, 20 ઑક્ટોબર 2007 (14:57 IST)
ઇસ્લામાબાદ (વાર્તા) પાકિસ્તાન સરકારે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોથી કરાચી વિસ્ફોટમાં સમાયેલ એ ત્રણેય શંકાશીલ નામ જણાવવા માટે કહ્યું હતું. તેઓએ શુક્રવારે પત્રકાર પરિષદમાં આ વિશે વાત કરી હતી.

પાકિસ્તાનના ગૃહમંત્રી આફતાબ અહમદ ખાન શેરપાઓએ શનિવારે કહ્યું હતું કે જો ભુટ્ટોની પાસે આ લોકો વિશે ચોક્કસ સબુત હોય તો તેઓ તેમના નામ જણાવીને આ બાબતની તપાસ કરવામાં સહયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે ભુટ્ટોએ શનિવારે સાંજે કરાચીમાં પોતાના નિવાસ સ્થાન પર જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને પત્ર લખીને તેમની પર કરવામાં આવેલ હુમલામાં ત્રણ લોકોના સમાવેશની શંકા વ્યક્ત કરી હતી.

શેરપાઓએ જણાવ્યું હતું કે અમે એ ત્રણ લોકોને નથી જાણતાં. જો ભુટ્ટો તેમને જાણતી હોય તો તેમના આપે.

વેબદુનિયા પર વાંચો