સિલિકોન (પીટીઆઇ). અમેરીકાની એક અદાલતે પાકિસ્તાનના એક નાગરીકને અલકાયદના પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા બાબતે અને અમેરીકા પર હુમલાનું કાવતરૂ ઘડવા બદલ 24 વર્ષની સજા સંભળાવી હતી.
ઉત્તરી કોલીફોર્નિયા નિવાસી 25 વર્ષના હામિદ હયાતને પાછલા વર્ષે એપ્રીલ મહિનમાં એક ફેડરલ જ્યુરીએ પાકિસ્તાનના અલકાયદાની શિબિરમાં માર્ચ 2003 થી જૂન 2005 ની વચ્ચે ભાગ લેવા અને તેને સમર્થન આપવાનો આરોપી ઠેરવ્યો હતો. ત્યાર બાદ હમીદને જેલમાં મોકલી દીધો હતો.
જ્યુરીએ હામિદને સજા સંભળાવતાં કહ્યું હતું કે તેને પોતાના પ્રશિક્ષણની વાત આ જાણતાં પણ એફબીઆઇથી સંતાડી કે આ પ્રશિક્ષણનો ઉપયોગ અમેરીકામાં આતંકવાદ ફેલાવવામાં કરવામાં આવશે.
સુનવણીમાં જજ ગારલૈંડ બુરેલે જણાવ્યું હતું કે જો હામીદને ઓછી સજા આપવામાં આવી તો તે બીજી વખત અપરાધ કરી શકે છે. તેના પુનર્વાસની સંભાવના ખુબ જ ઓછી છે. બચાવ પક્ષે તેને 15 વર્ષની સજા આપવાની માંગ કરી હતી જ્યારે કે સરકારી વકીલનું કહેવું હતું કે હામીદને 35 વર્ષની સજા થવી જોઈએ.
સુનવણી બાદ અદાલત પરિષદની બહાર હામિદના પિતા અમર હયાતે જણાવ્યું હતું કે અમને ન્યાયની આશા હતી પરંતુ ન્યાય ન મળ્યો. મારો પુત્ર ગુનેગાર નથી. હામીદના અટાર્ની ડેનીસ રીઓરદન અને ડોનાલ્ડ હોર્જને અદાલતના આ ફેસલાને ઉંચી અદાલતમાં ચુનૌતિ આપવાની યોજના બનાવી છે.
નેશનલ સિક્યોરીટીના સહાયક અટાર્ની કેનેથ એલ વૈંસ્ટીને જણાવ્યું હતું કે હામિદને જે સજા સંભળાવવામાં આવી છે તેનાથી જાણ થાય છે કે અમેરીકાના વિરુધ્ધ જેહાદ માટે વિદેશોમાં પ્રશિક્ષિત થઈ રહેલ લોકોના પ્રત્યે નરમીથી વર્તન નહી કરવામાં આવે.