પાકિસ્તાનમાં નવાજ શરીફની ધરપકડ

સોમવાર, 10 સપ્ટેમ્બર 2007 (13:49 IST)
ઇસ્લામાબાદ (વેબદુનિયા) પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ ઇસ્લામાબાદ જેવા પહોચયાં કે તેવાજ તેઓની પાકિસ્તાની પંજાબ પોલીસે અટકાયત કરી હતી. એક બાજુથી આને શરીફની ધરપકડ જ કહી શકાય. પાકિસ્તાનમાં રાજનૈતિક ઘટનાક્રમ ખૂબજ જલદી થી બદલાઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શરીફ લંડન થી મસ્કટ પહોંચયા અને ત્યાંથી પાકિસ્તાન એર લાઇંસની 786 ફલાઇટ થી ઇસ્લામાબાદ આવ્યા હતા.
એરપોર્ટ થી પ્રાપ્ત માહિતી મુજબ શરીફ વિમાનમાં જ હતા અને તેને કમાંડોએ ઘેરી લીધા હતા. શરીફના પાસપોર્ટ પર પાકિસ્તાનની સરહદ પર ઉતરવાની મંજુરી મળ્યા બાદ તેઓને લોંચમાં લાવવામાં આવશે અને પછી ચા-નાસ્તો કરાવીને પાક સરકાર તેઓને પાછા જેદ્ધા જવાની શરત રાખશે.

પાકિસ્તાનમાં બે વાર પ્રધાનમંત્રી બની ચુકેલા નવાજ શરિફને 1999માં સતા ઉપર થી ફેકી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકારે તેઓને બીજી વખત પાછા નહી ફરવાની શરત ઉપર દેશમાથી કાઢી મુક્યા હતા. આ બાબતે શરીફનું કહવું છે કે મને પાંચ વર્ષ માટે બહાર કાઢયો હતો, પરંતુ તેના પણ હવે સાત વર્ષ થઇ ગયા છે.

તાજા સમાચાર મુજબ શરીફે ઇમિગ્રેશન અધિકારીઓને એમનો પાસપોર્ટ આપવાની ના પાડી દીધી છે. બીજી બાજુ એરપોર્ટની બહાર જમા શરીફના સમર્થકોની ધરપકડો શરૂ થઇ ગઇ છે. હાલમાં ઇસ્લામાબાદમાં ઘણો તણાવ ઊભો થઇ ગયો છે. એરપોર્ટની આજુબાજુ 5 કિ.મીનો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે અને કોઇ પણ વ્યકિતેને આ વિસ્તારમાં જવા દેવામાં આવતા નથી.

ઇસ્લાબાદ પછી રાવલપિંડીમાં પણ તણાવ ઊભો થઇ ગયો છે. નવાજ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીંગના પ્રવક્તા અહાસાન ઇકબાલની ઘરપકડ કરી લેવામાં આવી છે તેમજ આ પાર્ટીના સેંકડો સમર્થકોની પણ ધરપકડ થઇ ગઇ છે.

વેબદુનિયા પર વાંચો