ડેસ્ક પર લખનારી વિદ્યાર્થિનીની ધરપકડ

ભાષા

રવિવાર, 4 એપ્રિલ 2010 (16:30 IST)
પોતાના ક્લાસરૂમના ટેબલ પર અનાવશ્યક રીતે લખવાના આરોપમાં પકડાયેલી ન્યૂયોર્કની એક 12 વર્ષીય કિશોરી પોલીસ વિરુદ્ધ 10 લાખ ડોલરનો કેસ દાખલ કરી રહી છે.

એલેક્સા ગોનજાલેજના વકીલોનો દાવો છે કે, ક્વીન્સના પડોશમાં જૂનિયર હાઈ સ્કૂલ 190 માં ફેબ્રુઆરીમાં યોજાયેલી ઘટનામાં પોલીસે અત્યાધિક જોર વાપર્યુ અને તેના અધિકારોનું હનન કર્યું.

ગોનજાલેજની માતા મોરાઇમા કામાચોએ ‘ડેલી ન્યૂજ’ ને કાલે જણાવ્યું કે, શાળાકિય બાળાએ લીલા રંગની સ્યાહીથી ‘આઈ લવ માઈ ફ્રેંડ્સ એબી એંડ ફેથ’ લખ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ત્યારે શિક્ષકોએ તેને પકડી લીધી અને તેને પકડીને ડીનના કાર્યાલયમાં લઈ ગયાં હતાં. બાદમાં પોલીસને બોલાવામાં આવી અને અધિકારીઓએ તેની ધરપકડ કરીને હાથમાં હથકડી પહેરાવી.

વેબદુનિયા પર વાંચો