ઇરાકમાં સાત અમેરિકન સૈનિકો માર્યા ગયાં

ભાષા

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2007 (18:28 IST)
બગદાદ (ભાષા) ઇરાકમાં અલગ-અલગ હુમલાઓમાં સાત સૈનિકો મૃત્યું પામ્યાં છે.

અમેરિકન સેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુરૂવારે અલગ-અલગ જગ્યાએ થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ચાર મરીન અને ત્રણ સૈનિકો મૃત્યું પામ્યાં છે.

બગદાદના પશ્વિમમાં અનબાર પ્રાંતમાં મરીન તે સમયે મૃત્યું પામ્યાં હતાં જ્યારે અભિયાન ચાલુ હતું. આ પ્રાંત ક્યારેય અલકાયદાના નેતૃત્વવાળા સુન્ની વિદ્રોહી સાથે ગાઢ સંબંધ ધરાવતું હતું.

વેબદુનિયા પર વાંચો