Yemen Stampede - યમનમાં નાસભાગ મચી 85ની મોત

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (10:37 IST)
Yemen Stampede -યમનમાં બુધવારે મોડી રાત્રે ગરીબોને આર્થિક મદદ કરતી વખતે નાસભાગ મચી ગઈ હતી. દેશ 2014થી કટોકટીનો સામનો કરી રહ્યો છે જ્યારે હુતી બળવાખોરોએ યમનની રાજધાની પર કબજો કરી લીધો હતો. યમનના યુદ્ધને સંયુક્ત રાષ્ટ્ર દુનિયાની સૌથી ખરાબ માનવીય ત્રાસદીઓમાંથી એક જણાવી ચૂક્યો છે. 
 
યમનમાં નાસભાગ મચી 
સના યમની રાજધાની સનામાં બુધવારે મોડી રાત્રે એક દુર્ઘટના થઈ ગઈ. વિત્તીય મદદ વહેચવા માટે આયોજીત એક કાર્યક્રમમાં નાસભાગ મચવાના કારણે ઓછામાં ઓછા 85 લોકોની મોત થઈ ગઈ. જ્યારે ઘણા બાજી લોકો ઈજાગ્રસ્ત થય છે. હુતીના એક અધિકારીએ આ જાણકારી આપી. હુતી સંચાલિત ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓલ્ડ સિટીમાં વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે સેંકડો ગરીબ લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર