પતિના ગળામાં કુતરાનો પટ્ટો નાખીને ફેરવી રહી હતી, પોલીસે લગાવ્યો 2 લાખનો દંડ

બુધવાર, 13 જાન્યુઆરી 2021 (17:05 IST)
દુનિયા હજુ પણ કોરોનાથી લડી રહી છે. એવુ નથી કે આ બીમારી ખતમ થઈ ગઈ છે. વર્ષ 2021  આવતા જ માસ્ક ઉતારવાનુ કોઈને નથી કહ્યુ. અનેક દેશોમાં હજુ પણ તેને લઈને કરફ્યુ લાગેલ છે. મામલો છે કેનેડાનો.  અહીના Quebee માં ચાર અઠવાડિયાનુ કરફ્યુ લાગ્યુ હતુ. રાતના 8 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી. જો કે જરૂરી કામ માટે લોકો બહાર જઈ પણ શકતા હતા. પોતાના પાલતૂ જાનવરોને બહાર ફેરવી શકો છો. 
 
એક મહિલાને કમાલ જ કરી દીધી 
 
King Street East માં એક મહિલાએ કમાલ જ કરી દીધી. તેણે પોતાના પતિના ગળામાં કૂતરાવાળો પટ્ટો બાંધી રાખ્યો હતો. જ્યારે પોલીસે તેમને પુછ્યુ કે બહાર શુ કરી રહી છે તો તેમણે કહ્યુ કે તેઓ પોતાના કૂતરાને ફેરવી રહી છે. તેમણે પોલીસ કર્મચારીઓને કહ્યુ કે આ કરફ્યુમાં તે પોતાના પાલતૂ જાનવરને બહાર ફેરવવાની તો ના નથી પાડી. 
 
પોલીસ લગાવ્યો ફાઈન 
 
સમાચારના મુજબ આ કપલ પોલીસની કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતુ. પોલીસે બંને પર 1500-1500 ડૉલરનો દંડ લગાવ્યો. ભારતીય કરંસીના હિસાબથી મામલો 2 લાખ રૂપિયાની આસપાસ બેસે છે. 
 
પહેલા પણ આવુ થયુ હતુ 
 
આવુ પહેલીવાર નથી. વીતેલા વર્ષ નવેમ્બરમાં તઓ ચેક રિપબ્લિકમાં એક માણસ stuffed dog ને બહાર ફેરવવા માટે લઈ ગયો. જ્યારે પોલીસે તેને રોક્યો તો તેણે કહ્યુ કે તે તો પોતાના કૂતરાને ફેરવવા માટે બહાર આવ્યો છે.  પોલીસ કર્મચારીઓને જેવો આ વાતનો એહસાસ થયો કે આ તો રમકડુ છે તો તેમણે તેને ચેતવણી આપીને છોડી દીધો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર