US Presidential Election 2020: કોણ બનશે અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કે બાઈડન ? નક્કી કરશે આ 7 રાજ્ય

બુધવાર, 7 ઑક્ટોબર 2020 (16:03 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આવા સમયે બધુ જોર સ્વિંગ સ્ટેટ પર છે. આ એવા અમેરિકી રાજ્ય છે, જયા વોટર્સ રિપબ્લિકન કે પછી ડેમોક્રેટિક પાર્ટી કોઈના પણ પક્ષમાં વોટ નાખે છે. તો પરિણામ પ્રભાવિત થાય છે.  કુલ મળીને 538 ઈલેક્ટોરલ કોલેજ છે અને કોઈ ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ કોલેજનુ જીતવુ જરૂરી છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ આવામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બાઈડનનો બધો ફોકસ એ સાત સ્વિંગ સ્ટેત પર છે, જએ તેમના માટે રાષ્ટ્રપતિની ખુરસી નક્કી કરી શકે છે.  આ દરમિયાન અનેક ચૂંટણી પૂર્વ સર્વેક્ષણમાં ડોનાલ્ડ ટ્રંપના જે બાઈડેનથી પાછળ રહેવાની વાત પણ થઈ રહી છે. 
 
ક્યા છે એ મહત્વના સાત રાજ્ય 
 
1. ઓહિયો- અહી કુલ 18 ચૂંટણી મત છે. ટ્રમ્પ અને બિડેન બંનેયે  ઘણી વખત આ કારણોસર તેમના ચૂંટણી પ્રચારમાં ઓહિયોનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે એક તરફ કહ્યું કે ઓહિયો 2019 માં પોતાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસિત રાજ્ય બન્યું, તો બીજી બાજુ બાઈડને કહ્યું કે તેમણે ઓબામાના શાસન દરમિયાન ઓટો મેન્યુફેક્ચરીંગને બચાવ્યું.
 
2 . નોર્થ કેરોલાઈના: ઓપિનિયન પોલ એજન્સી ફાઇવ થર્ટી એટ મુજબ, યુ.એસ.ના આગામી રાષ્ટ્રપતિની જીત નક્કી કરવામાં આ રાજ્યની ભૂમિકા 3.1 ટકા  છે. બાઈડન અહીં 15 ઇલેક્ટ્રોલ મતો જીતી શકે છે
 
3. અરિઝોના: 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અહી ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વચ્ચેનો મત શેરનો ગુણોત્તર 50-45 હતો. આશરે 5.3 ટકા મતદારો કોઈપણ વોટર્સનુ પલડુ મજબૂત કરી શકે છે.
 
4 મિશિગન: ઓપિનિયન પોલ એજન્સી ફાઇવ થર્ટી એટ મુજબ, આગામી રાષ્ટ્રપતિ નક્કી કરવામાં મિશિગનની ભૂમિકા છે. અહેવાલો અનુસાર, 2016 માં ટ્રમ્પે અહી હિલેરી ક્લિંટન પર માત્ર 0.2  ટકા જ વધુ મત મેળવ્યા હતા. 
 
5. . ફ્લોરિડા: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતીના આંકડો પાર કરવા માટે તે 14.3 ટકાની ચૂંટણીને અસર કરી શકે છે. 2016 માં, ટ્રમ્પ અને ક્લિન્ટન વચ્ચે 49-49 પોઇન્ટનો તફાવત હતો. આંકડા અનુસાર,બાઈડન પાસે અહીં જીતવાની 62.5 ટકા સંભાવના છે.
 
6. પેન્સિલવેનિયા: સ્વિંગ રાજ્યમાં આ એકદમ મોટું રાજ્ય છે. 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 28.3 ટકા શક્યતા છે કે આ  રાજ્ય નિર્ણાયક સાબિત થાય . આ નિર્ણાયક રાજ્યમાં બાઈડનના 75 ટકા જીતવાની શક્યતાની આગાહી કરવામાં આવી રહી છે.
 
7 વિસ્કિન્સન: ફાઇવ થર્ટી એઈટ મુજબ, ઈલેક્ટરોલ કોલેજમાં આ રાજ્યની  નિર્ણાયક સાબિત થવાની સંભાવના 13.4 ટકા છે. ઓપિનિયન પોલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈડન અહીં 14 પોઇન્ટથી આગળ છે.
 
પોલમાં બાઈડન ટ્રમ્પ કરતા 14 પોઇન્ટ આગળ
 
પ્રથમ પ્રેસિડેંશિયલ ડેબેટ  બાદ નવા પોલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ બાઈડેન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતા આગળ છે. આ લીડ 14 પોઇન્ટ છે. અમેરિકન મીડિયા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીનો ડેટા શામેલ હતો. આ સર્વેક્ષણોમાં, લગભગ 53 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઈડેનને મત આપશે. આ સાથે જ 39 ટકા લોકોએ ટ્રમ્પની તરફેણમાં મત આપવાનું કહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર