કિમતી કોહીનૂર હીરો ભારત પાસે રહેશે

બુધવાર, 29 જુલાઈ 2015 (12:27 IST)
ભારતવાસીઓ માટે ખુશ ખબર છે કે ભારતને કોહિનૂર જેવો ખૂબ જ કીમતી હીરો રાખવાનું ગૌરવ ફરીથી પ્રાપ્ત થઈ શકશે. ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ કીથ વાજે મંગળવારે બ્રિટનથી દુનિયાના જાણીતા કોહીનૂર હીરો ભારતને પરત કરવાની વાત કરી છે. વાજે આ નિવેદન કોંગ્રેસ સાંસદ શશિ થરુરના ઑક્સફોર્ડ યૂનિયન સોસાયટીમાં આપેલ પ્રભાવી ઉદ્દબોધન પછી આવ્યુ છે. શશિ થરુરે પોતાના ભાષણમાં બ્રિટિશ હુકુમત દ્વારા 200 વર્ષ સુધી ભારતને લૂંટવાની વાત કરતા બ્રિટનને તેની ક્ષતિપૂર્તિ કરવા માટે કહ્યુ હતુ. 
 
આ સંબંધમાં ભારતીય મૂળ બ્રિટિશ સાંસદ વાજે કહ્યુ, "હુ ડો. થરુરના ભાષણનું હાર્દિક સ્વાગત કરુ છુ. તેમણે જેટલી વાતો મુકી એ બધી યોગ્ય છે અને તેના પર વિચાર કરવો વ્યાજબી છે. સાથે જ કહ્યુ જ્યા સુધી આર્થિક ક્ષતિપૂર્તિનો સવાલ છે. તો તેમા ઘણો સમય લાગી શકે છે. પણ કોહીનૂર હીરાને પરત ન કરવાનુ અમારી પાસે કોઈ કારણ નથી.  તેમણે જણાવ્યુ કે તેઓ પોતે કોહીનૂર હીરાને પરત કરવા માટે ઘણા સમયથી અભિયાન ચલાવી રહ્યા છે. વાજે કહ્યુ પીએમ નરેન્દ્દ્ર મોદી નવેમ્બરમાં બ્રિટનની યાત્રા પર આવશે. આનાથી વધુ સારુ શુ હોઈ શકે છે. જ્યારે તેઓ કોહીનૂર હીરો પોતાની સાથે લઈને ભારત પરત ફરશે. 
 
ઉલ્લેખનીય છે કે કોહીનૂર હીરો આંધ્ર-પ્રદેશના ગંટૂર જીલ્લા સ્થિત કોલ્લૂર ખદાનમાં મળ્યો હતો. તેણે દુનિયાનો સૌથી મોટો હીરો કહેવામાં આવે છે. આ હીરો એક કાકતીય રાજવંશનો અધિકાર હતો. જેને એક હિંદૂ મંદિરમાં દેવીની આંખના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.  ત્યારબાદ અનેક આક્રમણકારિયોના હાથમાંથી થઈને તે અંગ્રેજોની શરણમાં પહોંચી ગયો. વર્તમાન સમયમાં કોહીનૂર ક્વીન એલિજાબેથ દ્વિતીયના તાજમાં સજેલો છે જો કે બ્રિટન અત્યાર સુધી તેને ભારતને પરત કરવા માટે નકારતુ રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો