બ્રિટિશ સરકારે પણ માલ્યાના ભારત પ્રત્યર્પણની મંજુરી આપી, નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે માલ્યા

મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (10:45 IST)
યુકેના ગૃહ મંત્રી સાજિદ જાવિદે વિજય માલ્યાના ભારત પર્ત્યર્પણની મંજુરી આપી દીધી છે. જાવિદે સોમવારે માલ્યાના પ્રત્યર્પણ આદેશ પર ઔપચારિક હસ્તાક્ષર કરી દીધા. લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે 10 ડિસેમ્બર માલ્યાના પ્રત્યર્પણની મંજુરી આપી દીધી હતી. કોર્ટે મામલો બ્રિટિશ સરકારને મોકલી દીધો હતો. બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રત્યર્પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. વિજય માલ્યા પાસે અપીલ કરવા માટે માત્ર 14 દિવસનો જ સમય છે.
 
યુકે હોમ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિજય માલ્યા ઔપચારિક રીતે હજુ અપીલ કરી શકે છે. તેની પાસે પ્રત્યર્પણ સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. ગત વર્ષે એપ્રિલથી પ્રત્યર્પણ વોરંટ બાદ માલ્યા જામીન પર છે
 
ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. બ્રિટિશ સરકારે વિજય માલ્યાના ભારતને પ્રત્યર્પણના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યાના પ્રત્યર્પણ આદેશ પર બ્રિટનના ગૃહસચિવ સાજિદ જાવિદે હસ્તાક્ષર કરી દીધા હતા. આથી કરીને વિજય માલ્યાને ભારત લાવવાની શક્યતા વધી ગઈ છે. 62 વર્ષના કિંગફીશર એરલાઈનનના વડા વિજય માલ્યા આ આદેશ સામે ઉચ્ચ કોર્ટમાં બે સપ્તાહમાં અપીલ કરી શકશે. ભારતે બ્રિટીશ સરકારના આ નિર્ણયને આવકાર આપ્યો છે. બ્રિટનના આ નિર્ણયને ભારતના રાજદ્વારી વિજયના રૂપમાં જોવામાં આવે છે.
 
બ્રિટીશ કોર્ટે જણાવ્યું હતું કે ભારત સરકારે આપેલી વિવિધ ખાતરીથી તેને સંતોષ છે. કોર્ટે જેલનો વીડિયો નિહાળ્યા પછી સંતોષ જાહેર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે આપેલો ચુકાદો ગૃહ સચિવ પાસે પહોંચ્યો હતો. ગયા વર્ષે એપ્રિલમાં પ્રત્યર્પણ વોરન્ટ આધારે ધરપકડ થયા પછીથી માલ્યા જામીન પર છે. જાન્યુઆરીમાં આયોજિત ભાજપ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશની સાથે છેતરપિંડી કે લૂંટ કરનારી કોઈપણ વ્યક્તિ ભલે પછી તે દેશમાં હોય કે વિદેશમાં તેને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર