ભારતીય ન્યૂઝ ચૅનલોને સૈન્યકાર્યવાહીના પ્રસારણ અંગે શું નિર્દેશ અપાયા?

રવિવાર, 27 એપ્રિલ 2025 (00:23 IST)
પહલગામમાં ચરમપથી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તે છે, ત્યારે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ન્યૂઝ ચૅનલો અને સમાચાર સંસ્થા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
 
ડેપ્યુટી ડાયરેક્ટર ક્ષિતિજ અગ્રવાલ દ્વારા બે પાનાંનો પત્ર ન્યૂઝ ચૅનલ્સ, સોશિયલ મીડિયા પર, સમાચાર એજન્સીઓ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ તથા મીડિયા સંગઠનોને મોકલવામાં આવ્યો છે.

 
આ પત્રમાં 'રાષ્ટ્રીય સુરક્ષા'ને ધ્યાને લેતા સંરક્ષણ તથા સુરક્ષા સંબંધિત બાબતોમાં જવાબદારીપૂર્વક વર્તવા તાકીદ કરવામાં આવી છે.
 
મીડિયા સમૂહોને સુરક્ષાબળો સાથેની કોઈ પણ અથડામણનું સીધું પ્રસારણ ન કરવા, સૂત્ર આધારિત માહિતી પ્રસારિત ન કરવા, સુરક્ષાબળોની હિલચાલ અંગે માહિતી સાર્વજનિક ન કરવા જેવી તાકીદ કરવામાં આવી છે.
 
પત્રમાં જણાવ્યા પ્રમાણે, સુરક્ષાતંત્રોની અસરકારકતા જળવાઈ રહે તથા અજાણતા જ દુશ્મનોને માહિતી ન મળે તે માટે આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
 
પત્રમાં જણાવ્યા પ્રમાણે, 26-11, કારગિલ યુદ્ધ તથા કંધહાર વિમાન અપહરણકાંડ સમયે અમર્યાદ પ્રસારણને કારણે રાષ્ટ્રીયહિતો પર નકારાત્મક અસર થઈ હતી.
 
નિર્દેશ પ્રમાણે, કોઈ કાર્યવાહી દરમિયાન સરકાર દ્વારા નિર્ધારિત અધિકારી દ્વારા માહિતી આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર