હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ પ્રશાસનને આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું, "અમે પોતાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોના પ્રવેશ આપવાની ક્ષમતા રાખવાના સંકલ્પ પર કાયમ છીએ, એ વિદ્યાર્થીઓ તથા વિદ્વાનો માટે કે જેઓ 140 દેશોથી અહીં આવે છે અને વિશ્વવિદ્યાલયને તથા આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે."
હાર્વર્ડે વધુમાં કહ્યું, "અમે પોતાના સમુદાયના સભ્યોને માર્ગદર્શન અને સહાયતા આપવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ પ્રતિશોધાત્મક કાર્યવાહીથી હાર્વર્ડ સમુદાય ને આપણા દેશને ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ છે. આ હાર્વર્ડનાં શૈક્ષણિક તથા સંશોધનના મિશનને નબળું પાડવાનો પ્રયાસ છે."