લૉસ એંજલિસમાં ચાલી રહેલ 89મા ઓસ્કર સમારંભમાં રેડ કાર્પેટ પર હોલીવુડની તમામ મોટી હસ્તિયો જોવા મળી. પણ આ મોટી હસ્તિયો વચ્ચે એક 8 વર્ષનો એક ભારતીય બાળક ચર્ચામાં રહ્યો. ફિલ્મ 'લૉયન' માં દેવ પટેલના બાળપણનો રોલ કરનારા સની પવાર પર સૌની નજર ટકી ગઈ. સનીને ઈંગ્લિશ નહોતુ આવડતુ તેની સાથે હંમેશા એક ટ્રાંસલેટર રહે છે. જે તેમને બધી વસ્તુઓ હિન્દીમાં સમજાવે છે. સનીએ આ ફિલ્મમાં સારુ કામ કર્યુ છે. તેમની અદાકારી જોઈને હોલીવુડના કલાકાર પણ દંગ રહી ગયા.