બિલ્ડિંગમાં આગ લાગવાની દુર્ઘટના
દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાસબર્ગમાં ગુરૂવારે મોટી દુર્ઘટના થઈ ગઈ. અહી શહેરી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ. આ દર્દનાક ઘટનામાં અત્યાર સુધી 63 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે 40થી વધુ લોકો ઘાયલ બતાવાયા છે. મળતી માહિતી મુજબ મરનારાઓની સંખ્યા હજુ વધી શકે છે.
જોહાન્સબર્ગ ઈમરજેંસી મેનેજમેંટ સર્વિસ પ્રવક્તા બર્ત મુલૌદજીએ કહ્યુ કે ઘટનાસ્થળ પરથી અત્યાર સુધી 63 લોકોના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આ દુર્ઘટનામાં 43 લોકો ઘાયલ થઈ ગયા. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તેમના મુજબ આ ઘટનામાં એક બાળકનુ મોત થઈ ગયુ. બીજી બાજુ ઘાયલોની સારવાર ચાલુ છે. આ ઉપરાંત બિલ્ડિંગ 5 માળની બતાવાય રહી છે. સૂત્રોના જણાવ્યા મુજ બ બિલ્ડિંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક લોકોનો અંદાજ છે કે બિલ્ડિંગની અંદર 200 લોકો હતા. જ્યારે ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.