Russia Ukraine conflict: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે ડોનબાસમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ડોનવાસ એ રશિયાના ઈતિહાસ સાથે જોડાયેલો વિસ્તાર છે. આપણે ઈતિહાસ જાણવો જોઈએ. પુતિને વધુમાં કહ્યું કે યુક્રેન અમારો જૂનો સાથી છે. પૂર્વી યુક્રેનને લઈને મારે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. તેમણે કહ્યું કે અમે યુક્રેનને સામ્યવાદનું સત્ય બતાવવા માટે તૈયાર છીએ. પુતિને કહ્યું કે રશિયાની સંસદ પાસે તમામ સત્તા છે.
રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે યુક્રેન આપણા ઈતિહાસનો અભિન્ન હિસ્સો છે. તેમણે કહ્યું કે 1991 થી 2013 સુધી રશિયાએ યુક્રેનને મદદ કરી. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સોવિયત સંઘના તમામ રાજ્યોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. પુતિને કહ્યું કે યુક્રેનમાં હજુ સુધી સ્થિર સરકાર બની શકી નથી. રશિયાએ આધુનિક યુક્રેન બનાવ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેને લોકોના હિતમાં કામ કર્યું નથી. યુક્રેનની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ ખરાબ છે. પુતિને કહ્યું કે સ્ટાલિને યુક્રેનને રશિયાથી અલગ કર્યું. સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં દેશ છોડી શકે છે
યુક્રેનમાં રશિયન લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, શું યુક્રેનના લોકોને ખબર છે કે તેમનો દેશ કોલોની બની ગયો છે. યુક્રેનના લોકો પાસે પૈસા નથી. દરેક જગ્યાએથી રશિયન ભાષાને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શાળા અને ઓફિસમાંથી રશિયન ભાષા નાબૂદ કરવામાં આવી રહી છે. રશિયા પાસે પુરાવા છે જે દર્શાવે છે કે યુક્રેનમાં રશિયન લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
યુક્રેન પાસે એટમ બોમ્બ છે - પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન પાસે એટમ બોમ્બ છે. યુક્રેન ક્રિમીઆ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન રશિયા પર એટમ બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયા યુક્રેનને રશિયા માટે ખતરો બનવા દેશે નહીં. તેમણે કહ્યું કે યુક્રેનમાં કોઈ સ્વતંત્ર કોર્ટ નથી. વાસ્તવમાં, રશિયન રાષ્ટ્રપતિ સોવિયત સંઘને ફરીથી બનાવવા માંગે છે.