મ્યાંમારમાં મોદી LIVE: બહાદુર શાહ જફરની દરગાહ પર જશે પીએમ

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (10:35 IST)
મ્યાંમાર પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં આવેલ બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાં એક શ્વેદાગોન પગોડામાં દર્શન કરવા પહોંચ્યા. પીએમ મોદીએ અહી પ્રાર્થના પણ કરી. ત્યારબાદ મોદી મુગલ બાદશાહ બહાદુર શાહ જફરની દરગાહ  પર પણ જશે. પછી મોદી ત્યાના જાણીતા બગીચા શહેર અને યંગૂનની પણ મુલાકાત લેશે અને યંગૂનમાં આવેલ કાલી મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ ભારત માટે રવાના થશે. 
 
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ જ્યારે 2012માં આ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ આ દરગાહ  પર ગયા હતા. શાહની કબરને ભારત લાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. બહાદુર શાહનુ મોત વર્ષ 1862માં 89 વર્ષની વયે થયુ હતુ અને તેમને બ્રિટિશ શાસને મ્યાંમારના સૌથી મોટા શહેર યંગૂનમાં જ દફનાવી દીધા. જફરે 1857ની ક્રાંતિ પછી પોતાના અંતિમ સમય મ્યાંમારમા જ રહીને વિતાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર