PM મોદીની US વિઝિટને લઈને પાટીદાર સતર્ક, વિરોધ માટે 30 હજાર પટેલોની પ્લાનિંગ

સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (16:34 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતા અઠવાડિયે થનારી અમેરિકા યાત્રા પહેલા ત્યાના પટેલ સમુહના લોકોએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પટેલ કમ્યુનિટી લકઝરી બસ હાયર કરવાની યોજના બનાવી રહ્યુ છે. જેનાથી પ્રદર્શનકારીઓને પોગ્રામ વાળા સ્થાન પર લઈ જઈને પીએમ નરેન્દ્ર મોદીના વિરુદ્ધ પોતાની નારાજગી જાહેર કરી શકે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે અમેરિકામાં રહેતા પટેલ કમ્યુનિટીના લોકો 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અનામતની માંગને લઈને થયેલ પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહીથી નારાજ છે. 
 
મોદીના વિરોધ માટે 30 હજાર પટેલોને એકત્ર કરવાની તૈયારી 
 
ફિલાડેલફિયામાં રહેતા પટેલ કમ્યુનિટીના બિઝનેસમેન તેજસ બખિયાએ એક અંગ્રેજી છાપા સાથેની વાતચીતમાં કહ્યુ, 'અમને આશા છે કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા કૈલિફોર્નિયામાં 20 હજાર લોકો જ્યારે કે ન્યૂયોર્કમાં દસ હજાર લોકો પહોંચશે. 
 
મોદીના વિરોધનો તો સવાલ જ નથી 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીના સમર્થક અને ઓવરસીઝ ફ્રેંડ્સ ઓફ બીજેપાના અધ્યક્ષ ચંદ્રકાંત પટેલે કહ્યુ કે અમે અમારી ઈવેંટ પર ફોકસ કરી રહ્યા છે. અમે પટેલ સમુદાય ઉપરાંત બીજા વર્ગો પાસેથી પણ સમર્થન મળી રહ્યુ છે. પટેલ સમુદાય મોદીના ખૂબ મોટા સમર્થક છે. આ કારણે તેમના દ્વારા વિરોધ કરવાનો તો સવાલ જ નથી ઉઠતો. 
 
આ જે નારાજગીનું કારણ 
 
ઉલ્લેખનીય છે કે પટેલ સમુદાય હંમેશા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપીના સમર્થકના રૂપમાં જોવામાં આવે છે. તાજેતરમાં જ અનામતને લઈને ગુજરાતમાં થઈ રહેલ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પાટીદાર સમુહના કેટલાક સંગઠન પોલીસની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. જેના વિરુદ્ધ તે લોકો પીએમ મોદી સામે પોતાની નારાજગી રજુ કરશે.  

વેબદુનિયા પર વાંચો