પરવેજ મુશર્રફ બોલ્યા - કાશ્મીર મુદ્દો પર મોદી યુદ્ધ ઈચ્છે છે, અમને ભૂતાન કે નેપાળ ન સમજે ભારત

બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (11:20 IST)
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે મંગળવારે એક ટીવી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે ભારત પાકિસ્તાનની સાથે મજાક કરવી છોડી દે. નહી  અમારી તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે. કાશ્મીરના મુદ્દા પર મોદી  ચિત્તભ્રમ  કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 
 
મુશર્રફે ભારતને પડકાર આપતા કહ્યુ કે પાકિસ્તાનને નેપાળ અને ભૂટાન સમજવાની ભૂલ ભારત ન કરે. તેમણે કહ્યુ 'પાકિસ્તાન એક શક્તિશાળી દેશ છે.' મુશર્રફ એટલામાં નહી રોક્યા તેમણે અનેક મુદ્દા પર પીએમ મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે બર્થડે પર શુભેચ્છા આપવા માટે પહોંચવુ હંમેશા કામ નથી આવતુ.' સાર્ક સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સામેલ હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની મરજીથી પાકિસ્તાન આવે છે. એક બાજુ જ્યા નવાઝ શરીફને બર્થડે પર શુભેચ્છા આપવા તેઓ પાકિસ્તાન આવ્યા અને બીજી બાજુ પાકિસ્તાનને દુનિયાભરમાં બદનામ કરવાનુ કામ કરી રહ્યા છે. 
 
મુશર્રફે કહ્યુ કે પાકિસ્તાને નહી પીએમ મોદીએ બેવડુ વલણ બતાવ્યુ છે. એટલુ જ નહી પરવેઝ મુશર્રફે પઠાનકોટ અને ઉરી હુમલાના કારણે કાશ્મીર મુદ્દાને બતાવતા કહ્યુ કે ભારત અસલ મુદ્દાને ભટકાવવા માંગી રહ્યુ છે. મુશર્રફે કહ્યુ કે પીએમ મોદી યુદ્ધ ઈચ્છે છે. પણ આ જાણી લો કે પાકિસ્તાન પાકિસ્તાન છે, નેપાળ અને ભૂતાન સમજવાની ભૂલ ભારત ન કરે.. 
 
પરવેજ મુશર્રફે કહ્યુ કે પાકિસ્તાન ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સાથે કાશ્મીર મુદ્દાનો હલ કાઢી રહ્યા હતા, પણ ભારત નથી ઈચ્છતુ કાશ્મીરની સમસ્યા ક્યારેય હલ ન થાય. તેમણે કહ્યુ કે  ભારત એક મોટો દેશ છે તેનુ દિલ નાનુ છે. હિન્દુસ્તાન દબાવવા માંગે છે પણ પાકિસ્તાન દબાશે નહી.. 

વેબદુનિયા પર વાંચો