પાકિસ્તાન ચૂંટણી પરિણામ LIVE UPDATES: ઈમરાનની પાર્ટીને બઢત, શરીફ સરકારના અનેક મંત્રી હાર્યા

ગુરુવાર, 26 જુલાઈ 2018 (10:09 IST)
. પાકિસ્તાનમાં બુધવારે થયેલ સામાન્ય ચૂંટણી પછી થઈ રહેલ વોટોની ગણતરી ચાલુ છે અને ક્રિકેટર સાથે નેતા બનેલ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) 114 સંસદીય સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કે પીટીઆઈની મુખ્ય પ્રતિદ્વંદી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીઈમએલ-એન) 64 સીટો પર આગળ છે.  એક ફિદાઈન હુમલો અને તાકતવર સેના તરફથી ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરીના આરોપ વચ્ચે બુધવારે મતદાન સંપન્ન થયુ.  મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) 42 સીટો પર આગળ ચાલી રહી છે. પાકિસ્તાન ચૂંટણી પરિણામ  (Pakistan Election Results) ને જોઈ તો સંસદીય ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો તો પીપીપી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.   નિર્દલીય ઉમેદવાર 50 સીટ પર આગળ ચાલી રહી છે.  પાકિસ્તાનના જન્મના સમયથી અત્યાર સુધી દેશ પર વધુ સમય સેનાનુ શાસન ચાલી રહ્યુ છે. આ પ્રથમવાર છે કે સતત ત્રીજી વાર છે જ્યારે પાકિસ્તાનમાં લોકતાંત્રિક રીતે ચૂંટણી થઈ. 
 
 
Pakistan Election Results  2018 LIVE UPDATES:
 
-  પ્રારંભિક પરિણામો અનુસાર ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. મતદાન પૂરું થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવેલ છે.
 
-  હાલના પરિણામો અનુસાર, ઈમરાન ખાનની પાર્ટી 114 બેઠકો પર અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલએન 63 બેઠકો પર આગળ છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) 41, જ્યારે અન્ય 54 બેઠકો પર આગળ છે. 
 
- પાકિસ્તાનની સત્તા કબ્જે કરવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા હાફિઝ સઈદની પાર્ટી અલ્લાહ ઓ અકબર તહરીકનું તો ખાતું પણ ખુલ્યુ નથી.
 
- હાલના પરિણામને જોતાં પાકિસ્તાનમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. ત્રિશંકુ સરકાર બનવાની શક્યતા લાગી રહી છે. 
 
- 272 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 137 બેઠકો જોઈએ. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની PPP 44 બેઠકો પર આગળ છે આથી એવા સંકેતો મળી રહ્યાં છે કે જો કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી તો પીપીપી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
 
- ઈમરાન ખાનની પાર્ટીની બઢત કાયમ, નવાઝ શરીફ સરકારના અનેક મંત્રી ચૂંટણી હાર્યા. ક્ષેત્રીય અસેંબલીમાં પીટીઆઈ અને પીએમએલ વચ્ચે કાંટાની ટક્કર. 
- #PakistanGeneralElections: ARY  ના મુજબ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પરિણામોમાં આગળ ચાલી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર