પાકિસ્તાનમાં 14 વર્ષીય હિન્દુ યુવતીનુ બંદૂકની અણી પર ધર્મપરિવર્તન અને લગ્નની ઘટના જાણીને મગજ ફરી જશે

મંગળવાર, 13 જૂન 2023 (12:26 IST)
એક 14 વર્ષની હિન્દુ છોકરીનું તેના પરિવારના સભ્યોની સામે જ મુસ્લિમ યુવકોએ બંદૂકની અણી પર બળજબરીથી અપહરણ કર્યું હતું. તેણીને એકાંતમાં લઈ જઈને, બંદૂકની અણી પર તેનું ધર્માંતરણ કરવામાં આવ્યું, બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો અને પછી તેના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે કરાવ્યા. આ હૃદયદ્રાવક ઘટના પાકિસ્તાનમાં બની છે. પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ આ પ્રકારના અપરાધની આ પહેલી ઘટના નથી, પરંતુ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે, જ્યાં એક 14 વર્ષીય હિન્દુ સગીર સોહાના શર્મા કુમારીનુ અપહરણ કરીને તેનુ ધર્મ પરિવર્તન કરાવ્યુ. આ ઘટનાથી સનસની ફેલાઈ ગઈ છે. 
 
 એક પત્રકારે ટ્વીટમાં લખ્યું હતું કે બેનઝીરાબાદ જિલ્લામાં સોહનાનું બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું, પછી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમના પિતા દિલીપ કુમારને જે પીડામાંથી પસાર થવું પડ્યું તે અકલ્પનીય છે. તે લાચાર બનીને આ ઘટના જોતા રહ્યા.  સોહનાને તેના પીડિત પરિવારને મળવાનો કોર્ટનો ઇનકાર અન્યાયના ઘાને વધુ ઊંડો બનાવ્યો છે. આ ઘૃણાસ્પદ કૃત્ય એ સમાજનું પ્રતીક છે જેણે તેની નૈતિકતા ગુમાવી દીધી છે. આપણે આવા અત્યાચારો કેવી રીતે જોઈ શકીએ અને મૌન રહી શકીએ? કથિત માનવાધિકારના કાર્યકર્તાઓનો અવાજ ક્યા છે, જે ખુદને ચેમ્પિયન ન્યાય નો દાવો કરે છે ? શુ માનવતા હજુ પણ જીવંત છે કે પછી આપણે કરુણા અને સહાનુભૂતિની દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે ? 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર