પાકિસ્તાન દુર્ઘટના સિંધુ નદીમાં બોટ પલટી જવાથી 19 મહિલાઓના મોત

મંગળવાર, 19 જુલાઈ 2022 (11:42 IST)
પાકિસ્તાનમાં પંજાબ અને સિંધ સીમા વિસ્તારની પાસે  સોમવારે લગ્નમાં સામેલ થઈને પરત આવતી ઓછામાં ઓછી 19 મહિલાઓ,  સિંધુ નદીમાં એક હોડી પલટી જવાથી ડૂબી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગ્નની પાર્ટીમાં હાજરી આપવા ગયેલા અન્ય સભ્યોને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ છે.
 
તેમણે કહ્યું કે આ ઘટના રહીમ યાર ખાનથી લગભગ 65 કિમી દૂર મચકામાં બની હતી, જ્યાં એક કબીલાના લગભગ 100 લોકો લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર સૈયદ મુસા રઝાએ મીડિયાને જણાવ્યું કે નિષ્ણાત તરવૈયાઓ, પાંચ એમ્બ્યુલન્સ અને એક વોટર રેસ્ક્યુ વાન સહિત લગભગ 30 બચાવકર્મીઓ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે.
તેમણે કહ્યુ કે અત્યાર સુધી ઓગણીસ લાશો  પાણીમાંથી બહાર નીકળી છે. આ બધા મહિલાઓના મૃતદેહ છે. જ્યારે કે અન્ય મુસાફરોની શોધ ચાલી રહી છે. રજાએ કહુ કે ઓવરલોડિંગ અને પાણીના તેજ વહાણને કારણે નાવડી પલટી ગયા પછી લોકો ગાયબ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર