'મા ઉપર ગાળ' સાંભળ્યા પછી ઓબામાએ ફિલીપીંસના રાષ્ટ્રપતિને આપ્યો આ જવાબ

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (12:13 IST)
ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવામાં આવેલ ગાળ પછી ઓબામાએ જવાબ આપ્યો છે. ઓબામાએ આજે થનારી લાઓસમાં પ્રસ્તાવિત મુલાકાતને રદ્દ કરી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રૉડ્રિગો દુતર્તે ડ્રગ્સે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અપશબ્દ કહ્યા છે. તેમણે ઓબામાને માં ની ગાળ આપી છે. 
 
ઓબામાએ ગાળી આપતા રોડ્રિગો દુતર્તેને કહ્યુ કે તેઓ જ્યારે તેમને લાઓસમાં મળે તો માનવાધિકારના મુદ્દા પર લેક્ચર ન આપે. દુતર્તેને લાગી રહ્યુ છે કે જ્યારે લાઓસમાં બરાક ઓબામા સાથે તેમની મુલાકાત થશે તો ઓબામા ફિલીપીન્સમાં ડ્રગ્સ વિરુદ્ધ ચલાવાય રહેલ અભિયાનને લઈને તેમને સવાલ કરી શકે છે. 
 
દુતર્તેએ ફિલીપીંસમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવ્યુ છે. જેને કારણે દેશમાં સેકડો લોકોના મોત થઈ ગયા છે. ઓબામા વિરુદ્ધ ખૂબ જ ગંદા શબ્દોનો ઉપયોગ કરતા તેમણે કહ્યુ કે તમારે શિષ્ટ થવુ પડશે. ફક્ત સવાલ અને નિવેદન ન આપશો. નહી તો ફોરમમાં તમને હુ ધિક્કારીશ. લાઓસમાં મંગળવારે દુતર્તે અને ઓબામાની મુલાકાત થવાની છે. 

વેબદુનિયા પર વાંચો