માસૂમને ઘરમાં એકલું મૂકીને shopping કરવા ગયા માતા-પિતા, બાળકે કરી નાખ્યું કાંડ

બુધવાર, 24 મે 2017 (14:41 IST)
ઘણી વાર આપણને   બાળકોને ઘરે એકલા મૂકીને જવું મોંઘું પડી શકે છે, આ વાત કાંડ થયા બાદ જ સમજમાં આવે છે. કઈક આવુ જ  ચીનમાં થયું જ્યાં પાંચ વર્ષના બાળકે જે કર્યુ તે  જો કોઈ મોટું માણસ કરતુ  તો પોલીસ તેને પકડી લઈ જતી હતી. 
માતા-પિતા આ માસૂમને ઘરે એકલો મૂકી અને ઘર બંધ  કરીને નીકળી  ગયા અને બાળકે કઈક એવું કર્યું કે એ જીવનભર ભૂલી ન શકે .
 
બાળકને મૂકી પોતે શાપિંગ કરવા ગયા માતા-પિતા જ્યારે ઘરે આવ્યા તો દૃશ્ય જોઈને રડવા લાગ્યા. બાળક સહી સલામત હતું પણ ઘરમાં મૂકેલી એક અનમોલ ધનની એસી કી તેસી થઈ ગઈ હતી. 

 
5 લાખ બદલાઈ ગયા ટુકડામાં 
 
થયું એવું કે માતા-પિતા પાંચ લાખ કેશ ઘરના ડ્રોઅરમાં મૂકી ગયા હતા. ઘરે એકલું બાળક જ્યારે બોર થયું તો તેને ઘર  ફંફોળવુ શરૂ કર્યુ.  જ્યારે તેને  ડ્રાઅરમાં નોટ જોયા તો બાળકની ટેવથી મજબૂર થઈ તેના ચિથડા-ચિથડા કરી નાખ્યા. 
 
ઘરે પરત આવ્યા તો માતા-પિતા જ્યારે પાંચ લાખના ચિથડા ઉડતા જોયા તો તેમના હોશ ઉડી ગયા. બાળકે 5 લાખને  ટુકડામાં બદલી નાખ્યા હતા. બાળકના પિતા મિસ્ટર ગાઓએ કહ્યું કે તેણે આ પૈસા બેંકમાંથી  લોન લીધા હતા. હવે અમે આ ટુક્ડા સમેટી રહ્યા છીએ કે બેંક તેને પરત લઈ લે. 
 
પણ બેંકે પણ આ ચિથડાઓને લેવાની ના પાડી દીધી છે. બાળકને એકલું મૂકવા પડ્યુ ભારે પડ્યુ આ પેરેંટ્સને.. 

વેબદુનિયા પર વાંચો