આવતા મહિને 3 દિવસના પ્રવાસ પર આવશે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ

સોમવાર, 22 ઑગસ્ટ 2016 (11:27 IST)
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમળ દહલ પ્રચંડ 15 સપ્ટેમ્બરના રોજ ભારતની ત્રણ દિવસીય અધિકારિક યાત્રા પર રવાના થશે. પ્રધાનમંત્રી બન્યા પછી તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે.  ઉચ્ચપદસ્થ સૂત્રોએ રવિવારે પ્રચંડની યાત્રાની પુષ્ટિ કરી. જો કે હાલ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા જ તેમને મળવા આવેલ ઉપપ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી બિમલેન્દ્ર નિધિ દ્વારા પ્રચંડને ભારત પ્રવાસનુ આમંત્રણ આપ્યુ હતુ. 
 
મોદીએ પ્રચંડના નેતૃત્વમાં નેપાળની નવી સકરારને શુભેચ્છાઓ પણ આપી. નિધિએ મોદીને નેપાળના તાજા ઘટનાક્રમ પર માહિતી આપી. દૂતાવાસના સૂત્રો મુજબ પ્રચંડના વિશેષ દૂતના રૂપમાં ભારત યાત્રા પર ગયેલ નિધિએ યાત્રા વિશે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. 

વેબદુનિયા પર વાંચો