ઓસ્ટ્રેલિયાના પીએમે કહ્યુ કે ગુજરાત રમખાણો માટે મોદીને દોષ ન આપવો જોઈએ

શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 (11:51 IST)
.2002ના રમખાણો બાબતે ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી ટોની એબટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે. એબટે કહ્યુ કે 2002ના રમખાણો માટે નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમા જવાબદાર ન ઠેરવવો જોઈએ. તેઓ અનેક તપાસમાં પાક સાફ સાબિત થયા છે.  
 
ઓસ્ટ્રેલિયાઈ પીએમે એક અંગ્રેજી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં આ વાત કરી. તેમણે કહ્યુ કે મારુ માનવુ છે કે રમખાણોને લઈને અનેક તપાસ થઈ ચુકી છે અને મોદી હંમેશા બેદાગ સાબિત થયા છે. મારે માટે આ પર્યાપ્ત છે. રમખાણો પર એબટે કહ્યુ કે ક્યારેક ક્યારે જ્યારે ભયાનક વસ્તુઓ થાય છે તો આપણે સત્તામાં હોઈએ છીએ. મારુ માનવુ છે કે દેશમાં કંઈક ખરાબ થાય તો એ માટે મુખ્ય અધિકારીને દોષ આપવો ખોટુ છે. 
 
તેમણે કહ્યુ કે ઓસ્ટ્રેલિયામાં રહેનારા ભારતીયોમાં મોદી અને સત્તા પરિવર્તનને લઈને જોરદાર ઉત્સાહ છે. ઓસ્ટ્રેલિયન રાજનેતાઓને પણ લાગે છે કે તે સરકાર અને ભારતીય અર્થવ્યવસ્થામાં એક તાજી લહેર લાવશે. ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સમજૂતી પર એબટે કહ્યુ કે બે સરકારોની વચ્ચે વિશ્વાસની આ મહત્વપુર્ણ નિશાની છે. હુ તેને વફાદારી ભરેલી ભાગીદારી માનુ છુ અને ભારત તેમજ ઓસ્ટ્રેલિયાની વચ્ચે વિશ્વાસનુ આ મોટુ પ્રમાણ છે. 

વેબદુનિયા પર વાંચો