સમુદ્ર કિનારે જોવા મળેલ 15 મીટર લાંબો આ રહસ્યમય જીવ, લોકો માટે બન્યો પહેલી
શુક્રવાર, 12 મે 2017 (14:39 IST)
ઈંડોનેશિયાના મૉલુકસ ક્ષેત્રમાં એ સમયે સનસની મચી ગઈ. જ્યારે લોકોએ સમુદ્ર કિનારે 15 મીટર લાંબા આ રહસ્યમય જીવને જોયો. પહેલા તો લોકોને લાગ્યુ કે કોઈ નાવડી છે. જે કોઈ કારણે ફસાય ગઈ હશે. પણ નિકટ આવતા જાણ થઈ કે આ કોઈ મરેલો જીવ છે.
- 37 વર્ષના Tuanakota નામના વ્યક્તિએ જણાવ્યુ કે કામની પ્રકિયામાં Seram આઈલેંડ પર ગયુ હતુ. આ દરમિયાન તેની નજર એ વિશાળકાય જીવ પર પડી.
- પહેલી નજરમાં તેને લાગ્યુ કે કોઈ નાવડી હશે પણ જ્યારે તેમની પાસે જઈને જોયુ તો એક દૈત્યાકાર જીવની ડેડ બોડી હતી.
- તેના તરત સ્થાનીક લોકોને બોલાવ્યા. આ જીવને જોતા જ બધા લોકો અચંબામાં પડી ગયા.
- કેટલાક લોકોનુ કહેવુ હતુ કે આ વિશાળકાય ટુકડો વ્હેલનો અવશેષ હશે. પણ હકીકતમાં એ કયો જીવ હતો એ કોઈને સમજાયુ નહી.
- બીજી બાજુ લોકોએ મોડુ કર્યા વગર આ વાતની સૂચના લોકલ ઓથોરિટીને આપી અને જેટલુ જલ્દી બને તેટલુ આ જીવને હટાવવાની સલાહ આપી.
- ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફિલિપિન્સમાં પણ આ પ્રકારનો એક દૈત્યકાર જીવ મળ્યો હતો.