'મધર ઓફ ઓલ બોમ્બ્સ' થી કેમ ખુશ થશે તાલિબાન ?
ગુરૂવારે નંગરહારમાં અમેરિકી હુમલાના નિશાન પરઆઈએસઆઈનુ ખુરાસાન મૉડ્યૂલ હતુ. આ મોડ્યૂલ છેલ્લા લગભગ 2 વર્ષથી અફગાનિસ્તાનના પૂર્વી ભાગમાં અફગાની તાલિબાનને પડકાર આપી રહ્યુ હતુ. વર્ષ 2015માં મુલ્લા ઉમરના મોતના ખુલાસા પછી મુલ્લા અખ્તર મંસૂરને તાલિબાનના સરગના તરીકે પસંદ કરવામાં આવ્યા. પણ સંગઠનનો એક ભાગ આ નિર્ણયથી ખુશ નહોતો અને તાલિબાનથી અલગ થઈને IS સાથે જોડાય ગયો હતો. પાકિસ્તાની સેનાની કાર્યવાહી પછી પાકિસ્તાની તાલિબાનના અનેક આતંકી પણ આ મોડ્યૂલમાં જોડાયા હતા. તેથી આ અમેરિકાની આ કાર્યવાહીએ અફગાની તાલિબાનના દુશ્મનોને જ ખતમ કરવાનુ કામ કર્યુ છે.
ISI એ કેમ ગભરાવવાની જરૂર છે ?
પણ તેના પર પણ ISIની પાસે ખુશ થવાના કારણ ખૂબ જ ઓછા છે. ISISના ખુરાસાન મૉડ્યૂલને પાકિસ્તાનના અનેક એવા સુન્ની ચરમપંથી સંગઠનોનુ પણ સીધુ સમર્થન મળ્યુ છે જે ISIની ઉપજ છે. અમેરિકી કાર્યવાહી પાકિસ્તાની સરહદથી માત્ર 60 કિલોમીટર દૂર થયુ છે. આ વિસ્તાર ISIની આતંકી ગતિવિધિયોથી હંમેશા ગરમાયેલુ રહે છે. આ હુમલા સાથે રાષ્ટ્રપતિ ટ્રંપે બતાવી દીધુ છે કે તે જરૂર પડતા ગમે ત્યા આતંકીઓ પર હુમલો કરવાનુ ચુકે નહી. આ જગજાહેર છે કે અફગાની તાલિબાનના બધા સરગના અને તેમના પરિવાર પાકિસ્તાનના ક્વેટામાં રહે છે. તેથી ISIને આ ચિંતા જરૂર સતાવશે કે શુ ટ્રંપના નિશાના પર ક્વેટા પણ હશે ?